Archive Page 2

08
ફેબ્રુવારી
10

જય શ્રી કૃષ્ણ….જય ગોકુલ કે ચંદ કી ….

કદાચ હું પ્રથમ બ્લોગર હોઈશ જે આપની સમક્ષ દરગુજર કરવાની આશા સાથે બ્લોગની શરૂઆત કરતો હશે. જી .. હા… વૈષ્ણવ સંપ્રદાય ના દરેક એ લોકો જેઓ આ બ્લોગનું નામ જોઈને તેના પર ક્લિક કરતા હતા પરંતુ નિરાશા સાથે પરત થતા હતા તે સૌને હું વિનમ્રતા સાથે કહેવા માંગું છું કે આપની આશા પૂરી નહિ કરી શકવા બદલ આપ મને દરગુજર કરશો. પરંતુ સાચી વાત એ છે કે હું અત્યારે http://www.paryank2010.blogpost.com પર “રચના” નામનો બ્લોગ લખી રહ્યો છું.અને ખરેખર સૌથી પહેલા મેં આ બ્લોગ લખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળ થયો ન હતો. અને એ જ કારણ છે કે મારા બ્લોગનો વિષય “વૈષ્ણવ સંપ્રદાય ” જોઈને ક્લિક કરનાર ને સંપૂર્ણ નિરાશા જ પ્રાપ્ત થઇ હશે.પરંતુ આજ રોજ મારા બ્લોગ પર ક્લિક કરનાર એક જાગૃત બ્લોગર શ્રી વિનયભાઈએ મારું ધ્યાન દોરતા જ મને મારી ભૂલનો એહસાસ થયો અને આ પોસ્ટ લખી રહ્યો છું.અને મારું ધ્યાન દોરવા બદલ હું શ્રી વિનયભાઈનો આભારી છું. મારો સંપૂર્ણ પ્રયાસ હશે કે અહિથી આપને પુષ્ટી સંપ્રદાય વિશેની ઊંડાણ્પુર્વંકી માહિતી મળે અને એક રીતે આપણે સત્સંગ કરી શકીએ .સત્સંગ કરવાની વાત થઇ એટલે એક વાત જણાવી દઉં કે હું જે માહિતી આપીશ તે મારે ફક્ત અને ફક્ત પુષ્ટી સંપ્રદાય ના પુસ્તકોમાં થી જ આપણે આપવાની છે. હું કોઈ સંપ્રદાય નો જાણકાર નથી પરંતુ હું ખાતરી આપું છું કે હું અંહિથી જે માહિતી આપું તે એકદમ વિશ્વાસપાત્ર હોય અને એક રીતે હું આપની પાસે સત્સંગ કરીને મારો વૈષ્ણવ તરીકે જો જન્મ સિદ્ધ કરી શકું.
મારા વિષે વાત કરું તો હું પરાગ ચોકસી.. આણંદ જીલ્લાના ઉમરેઠ ગામનો વાતની છું જે તાલુકા પ્લેસ પણ છે. મારા પિતાનું નામ શ્રી ચન્દ્રકાન્તભાઈ ચોકસી છે અને માતાનું નામ કુમુદબેન ચોકસી છે.મારી પત્ની નું નામ રચના .. પુત્ર કુશલ તથા દીકરી યાશ્રી .. અમારા ઘર ઠાકોરજીની દૂધ-ઘરની સેવા બિરાજે છે.અમે વલ્લભાચાર્યજીના પંચમ ઘરના સેવક છીએ અને હાલ અમારા ગુરુજી પંચમ પીઠાધીશ્વર પ્.પુ. ૧૦૮ જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી છે.કે જેવો હાલ વલ્લભ વિદ્યાનગર ખાતે બિરાજે છે.અને મારા મમ્મી પપ્પાએ મને ભક્તિમય વાતાવરણ પહેલે થી જ પૂરું પડેલું છે અંતે તેના પરિણામસ્વરૂપ હું આજે પુષ્ટિમાર્ગ પર બ્લોગ લખવાની હિંમત કરી શક્યો છું..અમારા ગુરુજી શ્રી વલ્લભાચાર્યજી ના માથે બિરાજતા સ્વરૂપને શ્રી ગોકુલચંદ્રમાજી તરીકે ઓળખાય છે અને સેવકો તેમને શ્રી ચંદબાવા તરીકે પણ ઓળખે છે. અને એટલે જ .. મારી આ પ્રથમ પોસ્ટ ને. હું શ્રી ચંદબાવાના પવન ચરણોમાં અર્પણ કરીને..મારા આ બ્લોગની શુભ શરૂઆત કરી રહ્યો છું.
“ગોકુલ કે ચંદ કી જાય…”

Advertisements
08
ફેબ્રુવારી
10

સ્વાગત…. સ્વાગત……… સ્વાગત……

જય શ્રી કૃષ્ણ …. સત્સંગ કરતા કરતા … ખરેખર હૃદય એકદમ પુલકિત થઇ જાય છે . અને ખરેખર આટલો બધો અલૌકિક આનંદ મળતો હશે તેની તો ખબર જ નહિ! કોણ કહે છે કે ઈન્ટરનેટ પર મળતો આનંદ કૃત્રિમ હોય છે? આનંદ પામવો તે તમારા પર આધાર રાખે છે . પરંતુ કેવો આનંદ પામો તે કયું કાર્ય કાર્ય કરો છો ” તેના પર આધારિત હોય છે… સત્સંગ ફક્ત મંદિર કે આમને સામને બેસીને જ થઇ શકે તેવું નથી…અલૌકિક વાતો હોય, પ્રભુ વિશેની ચર્ચા ચોખ્ખા હૃદયથી કરવામાં આવે તો ઈન્ટરનેટ પર પણ સત્સંગ કરી અલૌકિક આનંદની અનુભૂતિ થઇ શકે. પરંતુ સીધો સત્સંગ શરુ થતા જ એક લૌકિક વાત ભૂલાઈ ગયી અને તે છે આપ સર્વે નું હાર્દિક સ્વાગત.. હું આ બ્લોગ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સ્વાગત સ્વાગત.. સ્વાગત… યાદ રાખજો હું ફક્ત આ બ્લોગ પર સ્વાગત કરું છું.. સત્સંગ માં નહિ.. કારણકે કદાચ કોઈ બ્લોગનો કરતા હોઈ સકે એટલે તે કર્તા તરીકે સ્વાગત કરી શકે.. પરંતુ સત્સંગ નો કર્તા ફક્ત પ્રભુ છે.. ઠાકોરજી છે એટલે આપણે સૌ સત્સંગ માં ફક્ત જોડાઈ શકીએ.. એટલે આ બ્લોગ પર સત્સંગ કરવા માટે જોડાવવાની જવાબદારી આપ સર્વે મુલાકાતીઓની રહેશે. મારે અને તમારે ફક્ત આ સત્સંગમાં જોડાઈને પ્રભુને યાદ કરવાના છે… તો જોડાઈ જાઓ આ સત્સંગ માં.. પધારો.. પધારો.. પધારો…

29
જાન્યુઆરી
10

પુષ્ટિ સંપ્રદાય વિશે ….

પંચમ પીઠાધીશ્વર જગદગુરુ પ્.પુ.૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાશ્રી

બ્લોગ શરુ કરવાની સાથે જ વધાઈ આપવાની હોય એ વાતનો આનંદ જ ઓર હોય છે. પન્ચમપીઠાધીશ્વર પ્.પુ.૧૦૮ જગદગુરુ શ્રી વલ્લભલાલજી મહારાશ્રી નો પ્રાગટ્ય દિવસ કે જે ફાગણ સુદ ૩ છે. તો હું આપને વધાઈ સાથે જણાવવા માંગું છું કે આ વખતે તેમનો પ્રાગટ્ય મહોત્સવ ધામધુમથી આણંદ ખાતે હાર્ટ કિલર ગ્રાઉન્ડ પર ઉજવવામાં આવનાર છે. ત-૧૬-૦૨-૨૦૧૦ ની રોજ આવતા આ પ્રસંગ ની ઉજવણી ની શરૂઆત તી ૧૧-૦૨ -૨૦૧૦થી ત-૧૭-૦૨-૨૦૧૦ સુધી થનાર છે. તો આવા સુંદર પ્રસંગનો લાભ વૈષ્ણવો ન લે તો જ નવાઈ ….
પંચમપીઠાધીશ્વર પ્.પુ.૧૦૮ શ્રી વલ્લભલાલજી મહારાજશ્રી હાલના એકમાત્ર ગોસ્વામી બાળ છે જેઓને જગદગુરુ ની ઉપાધી મેળવેલી છે. તે વૈષ્ણવો માટે ગૌરવની વાત છે. તદુપરાંત તેઓ રાજસ્થાન સરકારના મંત્રીમંડળનો માનદ હોદ્દો પણ ભોગવી ચુક્યા છે. અને તેઓને ગત વર્ષે જ્ બીકાનેર ખાતેની હવેલી જે રાજસ્થાન સરકારના તાબામાં હતી તે પરત સોપવામાં આવી છે અને વૈષ્ણવો માટે તે એક આનંદનો અવસર બની ગયો. જેને ધામધુમથી ઉજવીને સૌ વૈષ્ણવોએ યાદગાર બનાવી દીધો હતો. તેઓ શ્રી ઇન્ટીરીયર ડેકોરેશનના નિષ્ણાત છે. અને તેની ડીગ્રી પણ તેઓએ મેળવેલી છે. અને આપ સૌ હાલ માં જે ઇન્ટીરીયર ડેકોરેશન તેમની વિદ્યાનગર ખાતેના મકાનમાં તથા નંદાલય હવેલી ખાતે જુઓ છો તે તેમની આવડતનો જ્ એક નમુનો છે.
વિષય

pictures... of my son kushal

ખાસ વૈષ્ણવો જોગ..

આ બ્લોગ ડેવલોપ કરવામાં મારે આપ સૌના સાથ અને સહકાર ની પણ જરૂર છે કારણકે પુષ્ટી સંપ્રદાય એ મહાસાગર છે. ખરેખર તેમાંથી સાચા મોટી શોધવાનું કામ એકદમ કપરું છે. હું પુષ્ટી સંપ્રદાય નો વૈષ્ણવ છું પરંતુ એવો દાવો નથી કરતો કે હું બધું જ જાણું છું. એટલે હું આ બ્લોગ પર જે લખીશ તે કોઈને કોઈ પુસ્તકમાંથી વાંચીને કે પછી કોઈ વૈષ્ણવની જાણકારી પ્રમાણે પોસ્ટ લખીશ. આપ સૌને એટલી જ વિનંતી કે કોઈ ભૂલચૂક હોય તો મારું ધ્યાન દોરશો.