05
જાન્યુઆરી
14

ઉમરેઠમાં ગીરી ગોવર્ધનધામ માં પ્રાણ પુરાયા….

IMG-20121014-WA0004ઉમરેઠમાં ગીરી ગોવર્ધનધામ માં પ્રાણ પુરાયા....

પ્.પૂ. ૧૦૮ શ્રીમદ વલ્લભાચાર્યજી નું વર્ષો નું સ્વપ્ન સાકાર થતા આજરોજ ઉમરેઠ માં વર્ષોની મહેનત પછી આકાર પામેલું ગીરી ગોવર્ધન ધામ આજરોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે ખુલ્લું મુકાયું હતું …

ઉમરેઠ માં વૈષ્ણવ ભક્ત મહેરામણ હિલોળે ચડ્યો ..

” બ્રજ મોહે બિસરત નહિ , આજ મોરે ઘર બ્રિજરાજ પધારો… ”

ઉમરેઠ ના વૈષ્ણવો ની આજે આજ હાલત હતી. જાણે કે ખુદ વ્રજરાજ ગીરીરાજ ઉમરેઠમાં સાક્ષાત પધાર્યા હોય. અને કેમ ના હોય? કારણ કે ગીરીરાજ નું જ સ્વરૂપ ગીરી ગોવર્ધન જેની બનવાની શરૂઆઆત ખુદ પ્.પુ. ૧૦૮ જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી ને કરી હતી. ૨૦૦૧નુ વર્ષ હતું અને મહારાજશ્રીએ ઉમરેઠ માં દરેક વૈષ્ણવો ના ઘરે ઘરે ફરીને પધરામણી કરી અને તે સમયે ગીરી ગોવર્ધન ( ગિરિરાજજી નું નાનું સ્વરૂપ) ઉમરેઠ માં આકાર લે તેવી ભાવના વ્યક્તિ કરી. અને ઉમરેઠ ના ભાવિક વૈષ્ણવોએ તેને વધાવી લીધી. કારણ કે જેમના દર્શન કરવા માટે ખુદ કૃષ્ણએ વ્રજ માં જન્મ લીધો અને જેને પોતાની ટચલી આંગળી પર ધારણ કર્યો તે ગોવર્ધન પર્વત તેના સુક્ષ્મ સ્વરૂપે , તેની પ્રતિકૃતિ સ્વરૂપે ઉમરેઠ માં પ્રાણ પ્રતિષ્ઠા પામવાનો હતો. મહારાજશ્રી ની ટહેલ અને આશીર્વાદથી ઉમરેઠ માં ભાવિક વૈષ્ણવો અને બહારના વૈષ્ણવો તરફથી ફૂલ નહિ તો ફૂલની પાંખડી ના સ્વરૂપે ન્યોચ્છાવર લખવાની શરૂઆત થઇ અને સાથે સાથે પ્.પુ. વલ્લભલાલજી મહારાજશ્રીના સ્વપ્ન ને સાકાર થવાની શરૂઆત થઇ. ૬૦ ફૂટ ઉંચા અને ૮૦ ફૂટ નો ઘેરાવો ધરાવતા ગીરી ગોવર્ધન પર તેના મુખ્ય સ્વરૂપની જેમ ચંદ્બવાનું મંદિર બનાવવું પણ નક્કી થયું. ઉમરેઠ માં વૈષ્ણવોના મનમાં સ્વપ્નને પંખો ફૂટવા લાગી અને તાલાવેલી વધતી ગઈ કે ક્યારે આ આતુરતાનો અંત આવે અને આ ગીરીગોવર્ધન સંપૂર્ણપણે આકાર પામે અને તેની પ્રાણપ્રતિષ્ઠા પામે. ગીરી ગોવર્ધન ના ખાતમુહુર્ત માં મોટાભાગના વલ્લભકુળના બાળકો બિરાજ્યા અને તેમાં જગદગુરુ પ્.પુ. ૧૦૮ શ્રી વલ્લભાચાર્યજીએ સૌને પોતાના સ્વપ્ના વિષે વાત કરી અને તેનો ભાવાર્થ પણ સમજાવ્યો . કારણકે લોકો માટે એ સમજવું જરૂરી હતું કે આ ગીરી ગોવર્ધન એ ખુદ ગોવર્ધન પર્વત નહિ પરંતુ તેની પ્રતિકૃતિ છે. અને જે ઉમરેઠ ને વૈષ્ણવ સંપ્રદાય ના મુખ્ય કેન્દ્રો માં ના એક કેન્દ્ર તરીકે મૂકી દેશે.
ઘણા લાંબા સમય ના ઇન્તેજાર પછી ઉમરેઠ માં આ શુભ ઘડી આવી અને ઉમરેઠ માં આજરોજ ગિરિગોવર્ધન ની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. સૌ વૈષ્ણવો પ્.પુ. મહારાજશ્રીની હાજરી અને સાનિધ્યમાં ધન્યતા અનુભવતા હતા. અને સવારે ૧૦ કલાકે શોભાયાત્રા કાઢવામાં આવી. જેમાં ગિરિગોવર્ધન પર પ્રાણપ્રતિષ્ઠા પામનાર સ્વરૂપ (જેનું વજન લગભગ ૩૦૦ કિલો જેટલું છે ) સાથે સાથે મંદિર ના ઠાકોરજી ની બેન્ડ સાથે એક મોટી શોભાયાત્રા નીકળી. આખા ઉમરેઠ નું વૈષ્ણવ વૃંદ ઉલ્લાસ અને શ્રદ્ધા ભેર જોડાયું. ઉમરેઠ માં બજારો બંધ રહ્યા અને દરેક પોળ, મહોલ્લાઓ અને બજારોમાં શોભાયાત્રાનું જોશભેર સ્વાગત કરવામાં આવ્યું. નાના બાળકો માં પણ શ્રદ્ધાનું ઘોડાપુર જોવા મળ્યું. નાના બાળકો માં છોકરાઓ કૃષ્ણ સ્વરૂપે જોડાયા અને નાની બાલિકાઓ પોતાના માથા પર કળશ ને ધારણ કરીને ઠાકોરજીને વધાવતી જોવા મળી. સરસ્વતી સ્કુલ ના વિદ્યાર્થીઓ પણ પોતાની કલાકારીનું પ્રદર્શન કરતા નજરે પડ્યા. ઉમરેઠ ના રાજમાર્ગો પર ફરીને શોભાયાત્રા ઉમરેઠના મંદિરે થઈને ગીરી ગોવર્ધન ધામ સુધી આવી અને સૌ ઠાકોરજી ને વધાવતા વધાવતા મંદિરમાં પ્રભુજી ને અને મહારાજશ્રીને ચરણસ્પર્શ કરીને ધન્યતા અનુભવતા સાંજ ના સમારંભ ની તૈયારીઓ માટે લાગી ગયા..
સાંજે મહારાજશ્રી નું વચનામૃત અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને બીજા દિવસે ગીરીગોવર્ધન ધામમાં પ્રાણપ્રતિષ્ઠા અને કુનવારા ના દર્શન છે જેનો સૌ ભાવિક ભક્તો લાભ લેશે…

IMG-20140105-WA0016IMG-20140105-WA0041

Copy of IMG-20140105-WA0014

IMG-20140105-WA0038

IMG-20140105-WA0040

Advertisements

0 Responses to “ઉમરેઠમાં ગીરી ગોવર્ધનધામ માં પ્રાણ પુરાયા….”  1. ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


વિષય

pictures... of my son kushal

ખાસ વૈષ્ણવો જોગ..

આ બ્લોગ ડેવલોપ કરવામાં મારે આપ સૌના સાથ અને સહકાર ની પણ જરૂર છે કારણકે પુષ્ટી સંપ્રદાય એ મહાસાગર છે. ખરેખર તેમાંથી સાચા મોટી શોધવાનું કામ એકદમ કપરું છે. હું પુષ્ટી સંપ્રદાય નો વૈષ્ણવ છું પરંતુ એવો દાવો નથી કરતો કે હું બધું જ જાણું છું. એટલે હું આ બ્લોગ પર જે લખીશ તે કોઈને કોઈ પુસ્તકમાંથી વાંચીને કે પછી કોઈ વૈષ્ણવની જાણકારી પ્રમાણે પોસ્ટ લખીશ. આપ સૌને એટલી જ વિનંતી કે કોઈ ભૂલચૂક હોય તો મારું ધ્યાન દોરશો.
Advertisements

%d bloggers like this: