06
જાન્યુઆરી
14

આજ રુદિયા મેં મે…

1526533_616323278433029_1301491494_n

1546004_616629231735767_1245895766_n

1554533_616628998402457_357176889_n

1525232_616629501735740_894881781_n1601281_465845426849734_1095272860_n

577780_465844083516535_1357206609_n

1461472_465843906849886_703965032_n

1488185_465844826849794_1103362840_n

1551754_465844963516447_12254940_n

1558556_465844203516523_1309065607_n

આજ રુદિયા મેં મેરો આનંદ થયો , જૈસે નંદ ઔર જશોદા કે ઘર આનંદ ભયો
કોઈ બોલે ગોપાલ ને માખણ ખાયો , કોઈ બોલે કાન્હા ને રાધા કો સતાયો
હવાકી હર લહર મેં ઉલ્લાસ ભર્યો કી આજ મેરે ગિરિગોવર્ધન મેં પ્રાણ આયો

અને આજે પ્.પુ. વલ્લભલાલજી મહારાજ્શ્રી ના હસ્તે ઉમરેઠ ના ગિરિગોવર્ધન ધામ ખાતે ઠાકુરજીના અલૌલિક સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી , અને ગીરીરાજ ની એ પ્રતિકૃતિ માં પ્રાણ ફૂંકાયો. આજથી ઉમરેઠ એ ગામ નહિ પરંતુ ધામ બન્યું. વલ્લભકુળ પરિવાર ની ચરણરજ થી ઉમરેઠ તો ધન્ય બન્યું જ છે. નાનીકામવન તરીકે વિખ્યાત ઉમરેઠમાં વૈષ્ણવો નો ઉલ્લાસ અને ઉત્સાહ અનેરો છે. અને આજે તે ઉલ્લાસ અને ઉત્સાહ આજે બેવડાયો છે. કારણ કે ઉમરેઠ ને આજરોજ નવી ઓળખ મળી છે. ગઈ કાલે ઠાકુરજીની શોભાયાત્રા માં સૌ ગ્રામજનોએ દાખવેલા ઉત્સાહ બાદ ઉમરેઠ ના ગીરીરાજધામ માં ગિરિરાજજી ઉપર ઠાકુરજી બિરાજ્ય હતા અને પ્.પુ ૧૦૮ શ્રીમદ વલ્લભલાલજી મહારાજશ્રી ના કરકમલો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પછી તેના દર્શન બાદ લોકો ધન્ય બની ગયા હતા કારણ કે સૌ ને ખબર છે કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ તેના દર્શન નો ભાવ બદલાઈ જતો હોય છે. અને તેમાંથી સાક્ષાત પ્રભુજી પોતાની કૃપા વરસાવવાની શરૂઆત કરે છે.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ , નીરાજન અને ત્યાર બાદ ગિરિરાજજી ને દૂધ અને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. ગીરીરજ્ધામ વિષે વલ્લભલાલજી મહારાજશ્રીએ વચનામૃત કરતા જણાવ્યું કે તેના ૧૦૮ પ્રદક્ષિણા કરવાથી ગિરિરાજજી ના દર્શન જેટલું પુણ્ય મળશે. અને ભાવિક ભક્તજનો ભાવવિભોર બન્યા હતા . સૌ કોઈ ગીરીરાજ ધરણ કી જય , વલ્લભકુળ પરીવારકી જય અને આજ કે આનંદ કી જય ના નારા લગાવતા પોતાના આનંદ ને વ્યક્ત કરતા હતા .

આજના આ દર્શન બાદ સાંજે કુનવારા ના દર્શન નો ભાવિક ભક્તો લાભ લેશે..

 

આગલા દિવસે સાંજે સૌ ભાવિક ભક્તોએ જગદ્ ગુર વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)ના વચનામૃતનો ભક્તોએ લાભ લીધો.
વચનામૃત ના અંશો….
(ઉમરેઠ ના વૈષ્ણવ અને પત્રકાર શ્રી વિવેક દોશી ના માધ્યમથી )

ઉમરેઠ નગરમાં આકાર પામેલ ગીરીરાજધામમાં મૂર્તિપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ કુનવારાનો લાભ ભક્તોએ લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભજન કિર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત જગદ્ ગુર વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)ના વચનામૃતનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો, તેઓએ ઉમરેઠને છોટાકાશી તરીકે સંબોધતા જણાવ્યું હતુ કે ઉમરેઠ નગરમાં ગીરીરાજજીનું નિર્માણ કરવાનું તેઓનું ૬ વર્ષ જૂનું સપનું આજે પૂર્ણ થયું છે આ માટે સાથ સહકાર આપનાર તમામ વૈષ્ણવોનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો, તેઓએ ઉમેર્યું હતુ કે, આજે નિકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને યુવાધન દ્વારા જે ઉત્સાહ અને ઉમંગથી આ પ્રસંગ પાર પાડવા જહેમત ઉઠાવી તે પ્રશંશાને પાત્ર છે, આવનારી પેઢી ધર્મ પ્રત્યે સકારાત્મક વલણ દાખવે છે તે જાણી તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતુ કે, મારા પછી લાલજીને પણ પુષ્ટીમાર્ગના પ્રાસાર માટે આજ રીતે સહકાર મળશે તેનો તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે ઉમરેઠમાં ૬ વર્ષ પહેલા ગીરીરાજધામ બનાવવાનું મારું સપનું ઉમરેઠ સહીત સંપર્દાયના લોકો દ્વારા સાકાર થયું છે તે સમયે મેં ચંદબાવાને ઉમરેઠમાં પધરાવવા માટે વચન આપ્યું હતુ તેના અનુસંધાનમાં આવનાર ફેબ્રુઆરી માસમાં ઉમરૅઠમાં ચંદબાવાની પધરામની કરવાની ખાતરી આપી હતી અને ચંદબાવાને આવકારવા માટે નગરની ધર્મપ્રેમી જનતાને આહ્વાન કર્યું હતું. ઉમરેઠ હવે ગામ નથી પણ ધામ બની ગયું છે તેમ કહેતા જગદ્ ગુર વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)એ હર્ષભેર જણાવ્યું હતુ કે, ડાકોર આવતા વૈષ્ણવો હવે અચુક ઉમરેઠ ગીરીરાજધામના દર્શને આવશે અને ઉમરૅઠ ખરા અર્થમાં હવે છોટાકાશી તરીકે સાર્થક બનશે.

Advertisements
05
જાન્યુઆરી
14

ઉમરેઠમાં ગીરી ગોવર્ધનધામ માં પ્રાણ પુરાયા….

IMG-20121014-WA0004ઉમરેઠમાં ગીરી ગોવર્ધનધામ માં પ્રાણ પુરાયા....

પ્.પૂ. ૧૦૮ શ્રીમદ વલ્લભાચાર્યજી નું વર્ષો નું સ્વપ્ન સાકાર થતા આજરોજ ઉમરેઠ માં વર્ષોની મહેનત પછી આકાર પામેલું ગીરી ગોવર્ધન ધામ આજરોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે ખુલ્લું મુકાયું હતું …

ઉમરેઠ માં વૈષ્ણવ ભક્ત મહેરામણ હિલોળે ચડ્યો ..

” બ્રજ મોહે બિસરત નહિ , આજ મોરે ઘર બ્રિજરાજ પધારો… ”

ઉમરેઠ ના વૈષ્ણવો ની આજે આજ હાલત હતી. જાણે કે ખુદ વ્રજરાજ ગીરીરાજ ઉમરેઠમાં સાક્ષાત પધાર્યા હોય. અને કેમ ના હોય? કારણ કે ગીરીરાજ નું જ સ્વરૂપ ગીરી ગોવર્ધન જેની બનવાની શરૂઆઆત ખુદ પ્.પુ. ૧૦૮ જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી ને કરી હતી. ૨૦૦૧નુ વર્ષ હતું અને મહારાજશ્રીએ ઉમરેઠ માં દરેક વૈષ્ણવો ના ઘરે ઘરે ફરીને પધરામણી કરી અને તે સમયે ગીરી ગોવર્ધન ( ગિરિરાજજી નું નાનું સ્વરૂપ) ઉમરેઠ માં આકાર લે તેવી ભાવના વ્યક્તિ કરી. અને ઉમરેઠ ના ભાવિક વૈષ્ણવોએ તેને વધાવી લીધી. કારણ કે જેમના દર્શન કરવા માટે ખુદ કૃષ્ણએ વ્રજ માં જન્મ લીધો અને જેને પોતાની ટચલી આંગળી પર ધારણ કર્યો તે ગોવર્ધન પર્વત તેના સુક્ષ્મ સ્વરૂપે , તેની પ્રતિકૃતિ સ્વરૂપે ઉમરેઠ માં પ્રાણ પ્રતિષ્ઠા પામવાનો હતો. મહારાજશ્રી ની ટહેલ અને આશીર્વાદથી ઉમરેઠ માં ભાવિક વૈષ્ણવો અને બહારના વૈષ્ણવો તરફથી ફૂલ નહિ તો ફૂલની પાંખડી ના સ્વરૂપે ન્યોચ્છાવર લખવાની શરૂઆત થઇ અને સાથે સાથે પ્.પુ. વલ્લભલાલજી મહારાજશ્રીના સ્વપ્ન ને સાકાર થવાની શરૂઆત થઇ. ૬૦ ફૂટ ઉંચા અને ૮૦ ફૂટ નો ઘેરાવો ધરાવતા ગીરી ગોવર્ધન પર તેના મુખ્ય સ્વરૂપની જેમ ચંદ્બવાનું મંદિર બનાવવું પણ નક્કી થયું. ઉમરેઠ માં વૈષ્ણવોના મનમાં સ્વપ્નને પંખો ફૂટવા લાગી અને તાલાવેલી વધતી ગઈ કે ક્યારે આ આતુરતાનો અંત આવે અને આ ગીરીગોવર્ધન સંપૂર્ણપણે આકાર પામે અને તેની પ્રાણપ્રતિષ્ઠા પામે. ગીરી ગોવર્ધન ના ખાતમુહુર્ત માં મોટાભાગના વલ્લભકુળના બાળકો બિરાજ્યા અને તેમાં જગદગુરુ પ્.પુ. ૧૦૮ શ્રી વલ્લભાચાર્યજીએ સૌને પોતાના સ્વપ્ના વિષે વાત કરી અને તેનો ભાવાર્થ પણ સમજાવ્યો . કારણકે લોકો માટે એ સમજવું જરૂરી હતું કે આ ગીરી ગોવર્ધન એ ખુદ ગોવર્ધન પર્વત નહિ પરંતુ તેની પ્રતિકૃતિ છે. અને જે ઉમરેઠ ને વૈષ્ણવ સંપ્રદાય ના મુખ્ય કેન્દ્રો માં ના એક કેન્દ્ર તરીકે મૂકી દેશે.
ઘણા લાંબા સમય ના ઇન્તેજાર પછી ઉમરેઠ માં આ શુભ ઘડી આવી અને ઉમરેઠ માં આજરોજ ગિરિગોવર્ધન ની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. સૌ વૈષ્ણવો પ્.પુ. મહારાજશ્રીની હાજરી અને સાનિધ્યમાં ધન્યતા અનુભવતા હતા. અને સવારે ૧૦ કલાકે શોભાયાત્રા કાઢવામાં આવી. જેમાં ગિરિગોવર્ધન પર પ્રાણપ્રતિષ્ઠા પામનાર સ્વરૂપ (જેનું વજન લગભગ ૩૦૦ કિલો જેટલું છે ) સાથે સાથે મંદિર ના ઠાકોરજી ની બેન્ડ સાથે એક મોટી શોભાયાત્રા નીકળી. આખા ઉમરેઠ નું વૈષ્ણવ વૃંદ ઉલ્લાસ અને શ્રદ્ધા ભેર જોડાયું. ઉમરેઠ માં બજારો બંધ રહ્યા અને દરેક પોળ, મહોલ્લાઓ અને બજારોમાં શોભાયાત્રાનું જોશભેર સ્વાગત કરવામાં આવ્યું. નાના બાળકો માં પણ શ્રદ્ધાનું ઘોડાપુર જોવા મળ્યું. નાના બાળકો માં છોકરાઓ કૃષ્ણ સ્વરૂપે જોડાયા અને નાની બાલિકાઓ પોતાના માથા પર કળશ ને ધારણ કરીને ઠાકોરજીને વધાવતી જોવા મળી. સરસ્વતી સ્કુલ ના વિદ્યાર્થીઓ પણ પોતાની કલાકારીનું પ્રદર્શન કરતા નજરે પડ્યા. ઉમરેઠ ના રાજમાર્ગો પર ફરીને શોભાયાત્રા ઉમરેઠના મંદિરે થઈને ગીરી ગોવર્ધન ધામ સુધી આવી અને સૌ ઠાકોરજી ને વધાવતા વધાવતા મંદિરમાં પ્રભુજી ને અને મહારાજશ્રીને ચરણસ્પર્શ કરીને ધન્યતા અનુભવતા સાંજ ના સમારંભ ની તૈયારીઓ માટે લાગી ગયા..
સાંજે મહારાજશ્રી નું વચનામૃત અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને બીજા દિવસે ગીરીગોવર્ધન ધામમાં પ્રાણપ્રતિષ્ઠા અને કુનવારા ના દર્શન છે જેનો સૌ ભાવિક ભક્તો લાભ લેશે…

IMG-20140105-WA0016IMG-20140105-WA0041

Copy of IMG-20140105-WA0014

IMG-20140105-WA0038

IMG-20140105-WA0040

11
મે
10

ઉમરેઠની હવેલી માં ઠાકોરજીના અલૌકિક દર્શન..અધિક માસમાં ..

અધિક પુરુષોત્તમ માસ . એટલે કે પ્રથમ વૈશાખ. માસ નિમિત્તે ઉમરેઠ ના હવેલી મંદિરમાં જે મનોરથો યોજાયા.. તેના દર્શનનો સુંદર લાભ મળ્યો.
અગાઉ પણ આપને હું જણાવી ગયો છું કે ઉમરેઠ માં ૩ હવેલી મંદિર .. છે જે અલગ અલગ ગાડીના મહારાજશ્રીના માથે બિરાજે છે. અને એક સાથ સ્વરૂપની હવેલી છે. જ્યાં દરેક ગાદીના મહારાજ્શ્રી હક ધરાવે છે.
તેમાંથી એક હવેલી છે.. જે મોટા મંદિર તરીકે ઓળખાય છે. જે નડિયાદ ની ગાડીના મહારાજશ્રી ના માથે બિરાજે છે. બીજું મંદિર છે ચંદબાવાનું. . .. જે ગોકુલ ચન્દ્રમાંજી ના મંદિર તરીકે ઓળખાય છે. અને તે પંચમ પીઠાધીશ્વર પ્.પૂ. ૧૦૮ જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી(કામવન) ના માથે બિરાજે છે. અને ત્રીજી હવેલી મંદિર એ મગન્લાલ્જીના મંદિર તરીકે ઓળખાય છે. જે છઠી ગાદીના મહારાજ્શ્રી .. વડોદરા ના માથે બિરાજે છે.
અને મુખ્ય છે સાત સ્વરૂપની હવેલી. ..જ્યાં ઉમરેઠમાં પધારનાર દરેક મહારાજ્શ્રી મૂકામ કરે છે.

હવે હું આપને ઉમરેઠ ના હવેલી મંદિરમાં યોજાયેલા મનોરથનાં દર્શન કરાવું છુ.. અને ખરેખર આપ અભિભૂત થઇ જશો..

મોટા મંદિર નાં અલભ્ય દર્શન..

ગોકુલ ચન્દ્રમાજીના મંદિરના વિવાહ ખેલ મનોરથ ના દર્શન..

આશા રાખું છુ કે આપ સૌને હું અલભ્ય લાભ આપી રહ્યો છુ..
આમ પણ પ્રભુની માફી સાથે આ ફોટા આપ સુધી પહોચાડી રહ્યો છુ ..કારણકે મંદિરમાં ફોટા પાડવાની મનાઈ છે.. પરંતુ . ખબર નહિ .. હું મારા હાથ અને કેમેરાને કંટ્રોલ કરી શક્યો નહિ.. અને આ ફોટા આપના માટે.. અને આ બ્લોગ માટે પાડીને . લાવ્યો છુ..

આની જે સજા હોય તે મારા માટે .સ્વીકારીશ.. પરંતુ પ્રભુના દર્શનનો લાભ વૈષ્ણવોને કરાવ્યો તેનો પણ આનંદ માનીશ …

જય શ્રી કૃષ્ણ..

26
એપ્રિલ
10

પુરુષોત્તમ માસ નો અલૌકિક આનંદ…

આમ તો બ્લોગ એટલે પોતાના અંગત અનુભવો વ્યક્ત કરવાનું માધ્યમ છે. અને તેના માટે જ આ બ્લોગ “રચના” ઉપર ઘણી વખત મારા અંગત અનુભવોનૂ વર્ણન કરતો હોઉં છું .. આજની આ પોસ્ટ લખવાનું એક કારણ એ પણ છે કે . જે પ્રભુના દર્શનનો અનન્ય લાભ આજે મળ્યો છે . તે કદાચ આ પહેલા મળ્યો નથી.. દરેક સેલીબ્રિટીઝ પોતાનો બ્લોગ લખે ત્યારે તેમના અનુભવો જ લખતા હોય છે . જયારે અમારા જેવા સામાન્ય બ્લોગર પોતાના બ્લોગ માં પોતાના વિચારો વ્યક્ત કરીને પોતાની આવડત અને લેખન કલાને વાચા આપતા હોય છે.. પરંતુ આજ રોજ આ અધિક વૈશાખ માસમાં પ્રભુના દર્શનનો જે લાભ મળ્યો છે એટલે ખરેખર હું ધન્ય બન્યો છુ .. અંતે એટલે જ મારો આજનો અનુભવ આપની સમક્ષ્ પોસ્ટ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ..

અધિક માસ .. ( પુરુષોત્તમ માસ) એટલે શું..?

દરેક ગુજરાતી માસને પોતાનો આગવો દરજ્જો મળેલો છે. અને કહેવાય છે કે તે દરજ્જો પ્રભુ એ નક્કી કરેલો છે. શ્રીમદ ભાગવત ગીતામાં લખેલું છે કે દરેક માસની સામે .પુરુષોત્તમ માસ ( અધિક મહિનો) ને કોઈ દરજ્જો ન મળતા તે પ્રભુ પાસે જઈને વિનંતી કરવા લાગ્યો કે .. “પ્રભુ . એક તો હું ૩ વરસે એક વાર આવું છુ. તો મારું મહત્વ નથી. તદુપરાંત આપે મને કોઈ દરજ્જો આપ્યો નથી એટલે મારું મહત્વ તો રહેતું જ નથી.. ” એટલે પ્રભુએ તેને જણાવ્યું.. ” તું ભલે ૩ વરસે એક વાર આવે .. પણ તારું આગવું મહત્વ છે .. અને લોકો તને પુરુશોત્તમ માસ તરીકે ઓળખશે. અને તારો ભલે કોઈ દરજ્જો નથી. પરંતુ પુરુષોત્તમ માસ નિમિત્તે લોકો તારા દરેક દિવસ ને પોતાના આગવા ભક્તિભાવ સ્વરૂપે ઉજવશે. અને તારા દિવસોમાં ભક્તિભાવ કરનાર ને અનેકગણું ફળ મળશે.”

અને ખરેખર પુરૂશોત્તમ માસના દરેક દિવસને એક મનોરથ તરીકે ઉજવાય છે. તે માસ માં દરેક તિથીનું જે મહત્વ હોય તે રીતે જ ઉજવવામાં આવે છે. દાખલા તરીકે.. પુરુષોત્તમ માસની વદ આઠમને જન્માષ્ટમી તરીકે ઉજવીને મનોરથ કરવામાં આવે છે. તે જ રીતે વદ તેરસને શૈવપંથી શિવરાત્રી તરીકે ઉજવી જ શકે. સવાલ ફક્ત તમારી શ્રદ્ધાનો છે.

તાર્કિક રીતે જોવા જઈએ તો .. આખા વર્ષના ગ્રેગેરિયન કેલેન્ડર અનુસાર ( જે આપને રોજ વાપરીએ છીએ) વર્ષમાં ૩૬૫ દિવસ આવે છે. પરંતુ તેને જો ગુજરાતી કેલેન્ડર સાથે મેચ કરવામાં આવે તો . દરેક ગુજરાતી માસ ૩૦ દિવસનો જ હોય. તેમાં પણ ઘણી તીથીઓ નો ક્ષય હોય અથવા કોઈ તિથી ૨ વાર પણ આવતી હોય છે. .. પરંતુ . ૩૦ દિવસ પ્રમાણે દર વર્ષે તેના ૩૬૦ દિવસ ગણાય. આમ દર વર્ષે ૫ દિવસનું એડજસ્ટમેંટ કરવું જ પડે. એટલે ૩ વર્ષના ૧૫ દિવસ થાય. ઉપરાંત તીથીઓનો લોપ થતા . લગભગ ૩૦ દિવસ નો વધારો દરેક ૩ વર્ષે આવે.. અને તે કારણથી એક અધિક મહીનો મળે છે.

આમ ધાર્મિક અને તાર્કિક રીતે આપણને જે ૧ મહિનો વધારે મળે . તેમાં જેટલું ધાર્મિક કાર્ય કરી શકાય તેટલું કરવું તેવી પ્રણાલી છે. .. અને તે મહિનામાં કરતુ પુણ્ય વધારાનું ગણાય તેવી માન્યતા છે .

આવા અધિક માસમાં દર્શનનો લાભ મળે તે પણ અનન્ય હોય છે. અને આજ રોજ ઠાકુરજીને પણ ખૂબ જ લાડ લડાવવામાં આવતા હોય છે. આમ પણ પુષ્ટિમાર્ગમાં ઠાકુરજીને બાળક ભાવથી સેવા કરવામાં આવે છે એટલે જ વધારે લાડ લડાવવામાં આવતા હોય છે.

ઠાકોરજીના દર્શનનો અનન્ય લાભ..

આજ રોજ અધિક માસની ચૌદસ અને કાલે પૂનમ છે. આજે સોમવાર હોવાથી અમે ડાકોર ના ઠાકોર શ્રી રણછોડરાયજીના દર્શનનો અનન્ય લાભ લીધો. રચના , કુશલ અને યશસ્વી વેકેશન પર હોવાથી હું અને મમ્મી પપ્પા દર્શન માટે ગયા હતા. અને સાંજનો સમય હતો .. અને સ્વાભાવિક રીતે શયનના દર્શનનો જ સમય હતો. મંદિર માં ભીડ જોઈને એક વાર તો અંદર જવાની હિંમત ન ચાલી .. પણ થોડી વાર પછી ભીડ ઓછી થતા .. અમે અંદર દર્શન કર્યા. વાહ.. એકદમ અદભૂત દર્શન .. કારણકે દરરોજ આવા જ દર્શન હોય છે .. ભક્તો મશાલ લઈને ઉભા રહે છે. દરેક જણ મશાલની જ્યોત પકડીને પણ ધન્ય બને છે.. બધું જ.. પરંતુ વાત જયારે પુરુષોત્તમ માસની હોય ત્યારે..?? આ આનંદ બેવડાઈ જાય. અને વળી પાછુ . શયન ના દર્શન માં જે સમૂહ ગાન થાય છે.. ” તમે પોઢોને રણછોડરાય..” તેની થોડી ઘણી લાઈનો આવડે છે એટલે .. શ્રી રણછોડરાયજીના સન્મુખ થઈને તે ગાવાનો આનંદ .અને પુરુષોત્તમ માસ.. (મને કુશલ યાદ આવી ગયો..કારણકે તેને આ ગાન બહુ ગમે છે..)… ખરેખર ખૂબ સૂંદર દર્શન , અને સાથે સાથે મંદિરની પરિક્રમા તો ખરી જ .. વાહ..

ડાકોર થી પરત આવતા આવતા .. અમારા ઉમરેઠના હવેલી મંદિર માં “પુષ્પવિતાન ” મનોરથ હતો. ઉમરેઠમાં ૩ હવેલી મંદિર છે. એક મોટું મંદિર. બીજું શ્રી દેવકીનન્દ્જીનું અને ત્રીજુ મગનલાલજીનું . આ ત્રણે ય મંદિરના ઠાકોરજી એક જ ..”મોટા મંદિરમાં” બિરાજ્યા હતા.. અને .. લગભગ રાત્રે ૮ વાગ્યાનો દર્શનનો સમય હતો.. પરંતુ દર્શન થયા.. ૯.૩૦ વાગે.. અને ઉમરેઠ માં સૃષ્ટી ધરાવતા પંચમ પીઠાધીશ્વર શ્રીમદ વલ્લભાચાર્યજી પણ પધાર્યા હતા. મોડું થયું ..પરંતુ જયારે દર્શન ખુલ્યા … ફરીથી એક જ શબ્દ..વાહ .. અદભૂત . મહારાજશ્રી ની હાજરી .. ઉપરાંત ત્રણે મંદિરના ઠાકૂરજી .. અને પુરુષોત્તમ માસ.. વાહ.. અલૌકીક દર્શન થયા..

બસ પ્રભુજીની આવીને આવી કૃપા બની રહે … અને દર્શનનો લાભ મળતો રહે.. તેવી પ્રભુને પ્રાર્થના કરું છુ..

24
એપ્રિલ
10

free counters

11
એપ્રિલ
10

કીર્તન કેરો આનંદ.. વૈષ્ણવ સંગ.. સત્સંગ..

જય શ્રી કૃષ્ણ..ઇન્ટરનેટ પર ચેટ કરતા કરતા .કોઈને કોઈ એવી વ્યક્તિ મળી જાય છે જેના વિષે તમે કદાપી વિચારી શકો નહિ.. દરેક વ્યક્તિ વિચારે કે ફેસબુક પર ચેટ કરવી એટલે ફક્ત ને ફક્ત જવાનીયાઓ નું કામ છે. પરંતુ દર વખતે એ સત્ય હોતું નથી. મારા ફેસબુકના ફ્રેન્ડ્સ લીસ્ટ માં એક એવું નામ છે જે ઘણા ઉંમરલાયક છે અને હા “સત્સંગ” બ્લોગ પર સત્સંગ કરી શકે તેવા સત્સંગી પણ છે.. એવા સત્સંગી છે ડૉ.લલિતા પાલેપ. અને હા વળી તેઓ તેમના એકાઉન્ટ પર વૈષ્ણવ સંપ્રદાયના કીર્તન,ભજન વગેરે શેર કરે છે. તેમની સાથે સંપર્ક થતા જ મેં તેમને કીર્તન લખવાનું કહ્યું અને તેમને તે કીર્તન અંગ્રેજીમાં લખીને મોકલ્યું. જે આપની સમક્ષ રજૂ કરું છુ. કીર્તનના શબ્દોને અન્યાય ન થાય તે હેતુથી સંપૂર્ણ કીર્તનને ગુજરાતીમાં લખી નહિ શકવા બદલ દરગુજર કરશો..
આ પોસ્ટ માટે હું ડૉ લલિતા- મુંબઈનો આભારી છુ..

Kali mein jeevan VALLABH prakate,,
gati na huti je kahuun adhaman ki, ab sab paap kate,||1||kari jo krupa dhar ke kar mastak, kine apne daas,
ye sakshaat puran purushottam das RASIK bhali aas, ||2|| ( this kirtan is forwarded by Dr. Lalita Palep from Kirtan-Kinjh, ),,jai shri krishna,,!!

કલીમેં જીવન વલ્લભ પ્રગટે,
ગતિના હુતી જે કહું અધમન કી , બ સબ પાપ કટે, -૧
કરી જો કૃપા ધાર કે કર મસ્તક, કીને અપને દાસ,
એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ દાસ રસિક ભલી આસ..-૨
(ડૉ. લલિતા પાલેપ, મુંબઈ .. દ્વારા .. ફેસબુક પરથી મેળવેલું..)

KIRTAN–KUNJH,, RAAG–DHANASHRI; TAAL–DHAMAR;
————————————————————————-Pragatya emaan shri VALLABH DEV,
shri LAXMAN BHATT gruha vadhaaiyaan, mangal-suhelara,,||1||

gave emaan geet rasal, sabe suhagini aayiyaan,||2||brahman emaan veda padhay, deta asis suhayiyaan,||3||

motin emaan choka puraye bandanwar badhayiaan,||4||ghar ghar emaan mangal chaar,dhwaja kalash feherayiaan,||5||devan emaan dundubhi bajay, pohopa anjuli varkhaiyaan ||6||dine emaan bahuvidh daan, nar-nari peherayiyaan,||7||dhanya dhanya emaan EELAMMA-GARU, asha sabe pujaiyaan,|Tattva guna baan bhuvi Madhavasit tarani,
Pratham Bhagwad deevas prakat LAXMAN suvan,DHANYA CHAMPARANYA DHANYA TRAILOKYA JANA,
ANYA AVATARI HOYE HAI NA AISO BHUVAN,||1||

lagna vasu kumbha gati ketu kavi indu sukha,
meena budha eecha ravi, vaira naase,
manda vrusha karka guru, bhoma yuta tama sindhayoga,
dhruva karan bavayash prakashe,,||2||runa dhanishthaa pratishtha adhishthaan ,
sthita viraha vadananalakaar hari ko,
yehi nishchey DWARAKESH een ki sharan ,,aur shriVALLABHADHEESH SARA KO,, ||3||

( This kIRTAN IS FWD. BY DR. LALITA PALEP,, -FROM KIRTAN KUNJH ,

( RAAG-SUGHARAI-KANHARA–TAAL-JHAPTAAL,,, ) JAI SHRI KRISHNA,,,|8||

sab din emaan sukha sampatti raaj harjeevan mann bhaiyaan,||9||

(this Kirtan is forwarded by Dr. Lalita Palep,, from kirtan-kunjh ) Jai Shri Krishna sau Vaishnavo ne,,

10
એપ્રિલ
10

વધાઈ… શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની વધાઈ..

વૈષ્ણવો ના પ્યારા શ્રી મહાપ્રભુજી

શ્રી મહાપ્રભુજી.

આ બ્લોગમાં નવી પોસ્ટ લખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને જોગાનુજોગ આજ રોજ શ્રી મહાપ્રભુજીનો પ્રગટ્ય મહોત્સવ છે.. ચૈત્ર વદ ૧૧ .. આજના દિવસે શ્રી મહાપ્રભુજીનું પ્રગટ્યા થયું હતું..
પુષ્ટિમાર્ગના પ્રણેતા… શ્રી મહાપ્રભુજી.. જેમનું પ્રાગટ્ય મીતી અનુસાર આજે થયું હતું. જે નિમિત્તે આજરોજ ઉમરેઠ ગામમાં મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી..

શ્રી મહાપ્રભુજીના ઠાઠમાઠ વડે વૈષ્ણવો ચકાચોંધ થઇ ગયા..

શોભાયાત્રાની ઝલક..

શીભાયાત્રના આનંદમાં મશગુલ વૈષ્ણવો.. આ મહોત્સવને ખૂબજ ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે.

આપ સર્વે વૈષ્ણવોને ફરીથી આ પ્રસંગની વધાઈ આપું છુ..જય શ્રી કૃષ્ણ..
વિષય

pictures... of my son kushal

ખાસ વૈષ્ણવો જોગ..

આ બ્લોગ ડેવલોપ કરવામાં મારે આપ સૌના સાથ અને સહકાર ની પણ જરૂર છે કારણકે પુષ્ટી સંપ્રદાય એ મહાસાગર છે. ખરેખર તેમાંથી સાચા મોટી શોધવાનું કામ એકદમ કપરું છે. હું પુષ્ટી સંપ્રદાય નો વૈષ્ણવ છું પરંતુ એવો દાવો નથી કરતો કે હું બધું જ જાણું છું. એટલે હું આ બ્લોગ પર જે લખીશ તે કોઈને કોઈ પુસ્તકમાંથી વાંચીને કે પછી કોઈ વૈષ્ણવની જાણકારી પ્રમાણે પોસ્ટ લખીશ. આપ સૌને એટલી જ વિનંતી કે કોઈ ભૂલચૂક હોય તો મારું ધ્યાન દોરશો.
Advertisements